સુરતમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ઝુંબેશ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ઝુંબેશ
એલઈડી લાઈટ લગાવી ફરતા વાહન ચાલકો સામે ઝુંબેશ
સફેદ એલઈડી લાઈટ લગાવેલ 60 વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ

સુરતમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સફેદ એલઈડી લાઈટ લગાવી ફરતા વાહન ચાલકો સામે ઝુંબેશ હાથ ધરાઈ છે ત્યારે સફેદ એલઈડી લાઈટ લગાવેલ 60 વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી.

છેલ્લા ઘણા સમયથી વાહનોમાં અન અધિકૃત રીતે લગાડેલ સફેદ એલઈડી લાઈટના કારણે સામેથી આવતા વાહન ચાલકો અંજાઈ જવાથી માર્ગ અકસ્માત થતા હોય છે. જે માર્ગ અકસ્માતમાં ઘટાડો આવે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પન્ના મોમાયા, ટ્રાફિક રીજીયન 2 એસીપી વી.પી. ગામીત તથા પીઆઈ પીજે સોલંકી તેમજ આરટીઓ ના અધિકારીઓ સાથે સંકલનમાં રહી માનદરવાજા ખાતે અન અધિકૃત રીતે સફેદ એલઈડી લાઈટ લાગાવેલ વાહનોના ચેકીંગ ની કામગીરી હાથ ધરી હતી. તો વાહન ચેકીંગ દરમ્યાન વાહનોમાં અન અધિકૃત રીતે સફેદ એલઈડી  લાઈટ લગાવેલ 60 જેટલા વાહન ચાલકો મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી વાહન ચાલકોને સફેદ એલઈડી લાઈટ નહી લગાવવા સમજ અપાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *