સુરતના અડાજણ વિસ્તારમાં બની અકસ્માતની ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણ વિસ્તારમાં બની અકસ્માતની ઘટના
ફોરેસ્ટ ઓફિસરની કાર દ્વારા સર્જાયો અકસ્માત
મોડી રાતે બનેલી ઘટનામાં કાર ડ્રાયવર ચલાવતો હતો
કારચાલકે ત્રણ બાઈક ચાલકને અડફેટમાં લીધા
ત્રણ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે મોડી રાત્રે અડાજણ વિસ્તારમાં નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ચર્ચા જોવા મળી હતી. તો અકસ્માત સર્જનાર કાર ફોરેસ્ટ ઓફિસરની હોવાની ચર્ચા પણ જોવા મળી હતી.

સુરતમાં વારંવાર રાજપાઠમાં એટલે કે દારૂના નશામાં વાહનો ચલાવી કેટલાક લોકો અકસ્માતની ઘટનઓને અંજામ આપે છે. ત્યારે ફરી અડાજણ વિસ્તારમાં એક બેફામ કાર ચાલકે અકસ્માતને અંજામ આપ્યો હતો. અડાજણ વિસ્તારમાં મોડી રાત્રે એક કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની ચર્ચા જોવા મળી હતી. કાર ચાલકે ત્રણ બાઈક ચાલકને અડફેટે લીધા હતા. તો અકસ્માત સર્જનાર કાર ફોરેસ્ટ ઓફિસરની હોવાનું પણ ચર્ચાયુ હતું. બનાવની જાણ થથા અડાજણ પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી તો ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા અને અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *