સુરત આરટીઓનો મહત્વનો નિર્ણય, રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ

Featured Video Play Icon
Spread the love

સુરત આરટીઓનો મહત્વનો નિર્ણય, રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ
ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40થી 50 દિવસનું વેઇટિંગ થતાં ખાસ આયોજન
આગામી 22 અને 24 તારીખે રજાના દિવસે પણ ટેસ્ટ લેવાશે
અરજદારોની મુશ્કેલી ઘટાડવા આરટીઓ દ્વારા વધારાની વ્યવસ્થા
જૂની એપોઇન્ટમેન્ટ રદ કરી નવી એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત રહેશે

સુરતના વાહન ચાલકો માટે આરટીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40થી 50 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે, ત્યારે અરજદારોની મુશ્કેલી ઘટાડવા આગામી 22 અને 24 તારીખે રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રાખવામાં આવશે.

સુરત આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે લાંબુ વેઇટિંગ હોવાના કારણે અરજદારોને મોટી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40થી 50 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. અરજદારોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આગામી 22 અને 24 તારીખે રજાના દિવસે પણ ટેસ્ટ ટ્રેક ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત વેઇટિંગ ઘટાડવા માટે રવિવાર અને જાહેર રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે અરજદારોએ પોતાની જૂની એપોઇન્ટમેન્ટ રદ કરીને નવી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. નવી એપોઇન્ટમેન્ટ વિના આરટીઓ ખાતે નહીં આવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જ્યારે માસમા ખાતે પણ ટૂંક સમયમાં નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *