સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેરોલ રજાથી ભાગી છુટેલ આરોપી ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેરોલ રજાથી ભાગી છુટેલ આરોપી ઝડપ્યો
વરાછામાં લુંટના ગુનામાં સાત વર્ષની કેદની સજાનો આરોપી
કેદી જ્યંતી ઉર્ફે ભુરો ગોબરભાઈ બગડાને રાજકોટથી ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓપરેશન કારાવાસ અંતર્ગત વરાછામાં લુંટના ગુનામાં સાત વર્ષની કેદની સજા પામેલો અને લાજપોર જેલમાંથી પેરોલ રજા મેળવી ભાગી છુટેલા આરોપીને દોઢ વર્ષે ઝડપી પાડ્યો છે.

ગુજરાત રાજ્યના ડીજીપીના આદેશ અને સુરત પોલીસ કમિશનરની સુચનાને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ કેદી કે જે પેરોલ અને ફર્લો રજા પરથી છુટી ફરાર થઈ ગયા હોય તેઓને ઝડપી પાડવા ઓપરેશન કારાવાસ શરૂ કર્યુ હોય જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે વરાછા પોલીસ મથકમાં વર્ષ 2016માં લુંટમાં ઝડપાયા બાદ સાત વર્ષની સજા પામેલો અને લાજપોર જેલમાંથી પેરોલ રજા લઈ દોઢ વર્ષથી ફરાર થયેલા કેદી જ્યંતી ઉર્ફે ભુરો ગોબરભાઈ બગડાને રાજકોટથી ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *