કોસંબા મહિલા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો

Featured Video Play Icon
Spread the love

કોસંબા મહિલા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો
પ્રેમીએ જ કરી મહિલાની હત્યા
ટ્રોલીબેગમાંથી મળેલા મૃતદેહ કેસમાં પ્રેમી રવિ શર્માની ફિરોઝાબાદથી ધરપકડ
લિવ-ઇન રિલેશનના વિવાદમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી ટ્રોલીબેગમાં દેહ ભરી ફેંક્યો

કોસંબા મહિલા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો,બંધ ટ્રોલી બેગ માંથી મહિલાનો મૃતદેહ આવ્યો હતો,સુરત ગ્રામ્ય પોલીસની ઝીણવટ ભરી તપાસ બાદ પોલીસને મોટી સફળતા મળી,દિલ્હીના ફિરોઝાબાદ ખાતેથી આરોપીની કરાઇ ધરપકડ,આરોપી બીજું કોઈ નહીં પરંતુ મૃતક મહિલાનો પ્રેમી જ નીકળ્યો,પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી.

માંગરોળના કોસંબા ચકચારીત કેસ માં હત્યારા ની ધરપકડ થતા મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. લિવ ઇન રિલેશનશિપ માં રહેવા ની કિંમત વધુ એક યુવતીએ જીવ ગુમાવી કિંમત ચુકવવી પડી છે. માંગરોળ ના કોસંબા રેલવે ઓવરબ્રિજ પાસેના ખાડામાં ટ્રોલીબેગમાં મહિલાના મૃતદેહના કેસમાં આખરે એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ રવિ શર્મા છે, જે મૂળ બિહારનો રહેવાસી છે. તેની ધરપકડ દિલ્હી નજીક ફિરોઝાબાદથી કરવામાં આવી છે. મૃતક મહિલા સાથે તેને પ્રેમસંબંધ હતો અને મહિલા ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી. પરંતુ, લગ્ન માટે દબાણ કરતાં, રવિએ મહિલાની હત્યા કરી અને મૃતદેહને ટ્રોલીબેગમાં ભરીને ફેંકી દઈ ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં લોકોને લાગી રહ્યું હતું કે મહિલા જે પુરુષ સાથે રહી રહી છે, તે તેનો પતિ છે, પરંતુ આખરે જાણવા મળ્યું કે તે તેનો પ્રેમી હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારા આરોપી ને ઝડપી પાડ્યો.

સોમવાર ની વહેલી સવારે બનેલ ઘટનાએ સુરત જિલ્લા સહિત રાજ્યભર માં ચકચાર મચાવી હતી. કોસંબા રેલ્વે ઓવરબ્રિજ નજીક ખોદવામાં આવેલ ખાડા મા શંકાસ્પદ સૂટકેસ મળી આવતા પોલીસ ને જાણ કરવામાં આવી હતી. સૂટકેસ માંથી હત્યા કરાયેલ મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોસંબા સહિત જિલ્લા પોલીસ ટીમે અલગ અલગ ટિમો બનાવી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો. નવી સૂટકેસ ની ખરીદી તેમજ યુવતીની ઓળખ અંગેતપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કોસંબા વિસ્તારમાં અલગ અલગ દુકાનોમાં સૂટકેસની ખરીદી અંગે ગુનાની તપાસ માં મહત્વની કડીરૂપ સાબિત થયું હતું. દુકાનમાં UPI ટ્રાન્જેકસન દ્વારા યુવકની ઓળખ થઈ હતી. પોલીસ સૂત્રો મુજબ, રવિ શર્મા અને મૃતક મહિલા વચ્ચે લિવ-ઇન રિલેશનશિપ હતી. બંને છેલ્લા કેટલાક સમયથી સાથે રહેતા હતા. પરંતુ, મહિલાએ રવિને લગ્ન માટે વારંવાર ટકોર કરી દબાણ કરવાનું શરૂ કર્યું હતું. આ જ દબાણથી કંટાળીને રવિએ મહિલાની મારમારી ગળું દબાવી હત્યા કરી હતી.

પાપ છુપાવવા આરોપીએ મૃતદેહને ટ્રોલીબેગમાં પોટાલા વારી ને ભરી દઈ કોસંબા રેલવે ઓવરબ્રિજ નજીકના ખાડામાં ફેંકી દીઇ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં લોકોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે મહિલા જે પુરુષ સાથે રહેતી હતી તે તેનો પતિ છે, પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે તે તેનો પ્રેમી હતો, પતિ નહીં.પોલીસે તાત્કાલિક અનેક ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.કોસંબાની એક દુકાન માંથી આરોપીએ ટ્રોલી બેગ ખરીદી હતી ત્યારે આરોપી સીસીટીવી કેમેરા માં કેદ થયો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે દિલ્હી નજીક ફિરોઝાબાદમાંથી રવિ શર્માની ધરપકડ કરવામાં આવી છે.

આ ચકચારી કેસે ફરી એકવાર ચેતવણી આપી છે કે લિવ-ઇન રિલેશનશિપમાં વિશ્વાસ અને સંબંધની તૂટણ કેટલાં ભયંકર અંજામ સુધી પહોંચી શકે છે.હાલ તો પોલીસે હત્યારા પ્રેમી રવિ શર્માની ધરપકડ કરી છે અને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે ત્યારે આ ઘટનાએ લિવ ઇન સંબંધમાં રહેતા લોકોને ચેતી જવાનો સંદેશો ચોક્કસથી આપ્યો છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *