સુરતના ઉત્રાણ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
ફૂડની લારી પાસે બેસી દારૂ પીવાની ના પાડતા એક શખ્સે માર માર્યો
સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
સુરતના ઉત્રાણ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઈંડાની લારી ચલાવતા વ્યક્તિ અને તેના કારીગરને માર મારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે તો બીજી તરફ આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી મુજબ સુરતના ઉત્રાણ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઈંડાની લારી ચલાવતા એક વ્યક્તિ અને તેના કારીગરને માર મારવામાં આવ્યો હતો. સુખદેવ હરી કોળી નામના વ્યક્તિએ માર માર્યો હતો. ઈંડાની લારી રાતે બંધ કરી દીધી હોવા છતાં ત્યાં બેસીને દારૂ પીવા દેવાની માંગ કરી હતી જેમાં ઈંડાની લારી ચાલકે ના પાડતા રોષે ભરાઈને માર માર્યો હતો આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે તો બીજી તરફ આ મામલે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વધુ તપાસ ઉત્રાણ પોલીસ કરી રહી છે.