સુરત વરાછા જગદીશનગર નજીક વાહન ઓવરટેક કરવા બાબતે આધેડની હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરત વરાછા જગદીશનગર નજીક વાહન ઓવરટેક કરવા બાબતે આધેડની હત્યા
સગીર સહિત બે યુવકોએ 55 વર્ષીય આધેડની ચપ્પુના ઘા ઝીંકી હત્યા નીપજાવી

નર્મદા પરિક્રમા પૂર્ણ કરી સુરત નાના ભાઈને ત્યાં રહેવા આવેલા ઉપલેટાના મોટી પાનેલીના વૃદ્ધની સુરતના વરાછા લાભેશ્વર વિસ્તારમાં મોપેડ એકાએક આગળ લાવનાર તરૂણને ઠપકો આપી તમાચો માર્યા બાદ ચપ્પુ ચપ્પુ મારીને તરૂણે હત્યા કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી 16 વર્ષના તરુણની અટકાયત કરી તેના રસ્તકલાકાર મિત્રની ધરપકડ કરી છે.

મૂળ રાજકોટ ઉપલેટા મોટીપાનેલી ગામના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા વ્રજચોક પાસે રહેતા 58 વર્ષીય ભરત દયારામ નિમાવત ચૂંદડીની દુકાન ધરાવે છે વતનમાં રહેતા તેમના મોટા જયેશ નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને ૧૦ દિવસ અગાઉ તેમના ઘરે રહેવા આવ્યા હતા. ગત ૧૧મીએ દુકાન બંધ કરીને ભરત તેમના ભાઈ જયેશ અને મિત્ર સુરેન્દ્ર બાઈક પર બેસીને જયેશને લાભેશ્વરમાં એક સંબંધીને ત્યાં જમવાનું આમંત્રણ હોય તેઓ વર્ષા સોસાયટીના માર્કેટવાળા રોડ પરથી પસાર થતા હતા. ત્યારે જાનકી જવેલર્સ પાસે મોપેડ ઉપર બે અજાણ્યા અચાનક તેમની બાઈકની આગળ આવતા જયેશએ તેમને ઠપકો આપ્યો હતો.

આથી મોપેડ ચાલક અને તેની પાછળ બેસેલાએ ગાળાગાળી કરતા ભરતએ બાઈક ઉભી રાખી હતી.ત્યારે જયેશભાઈ અને સુરેન્દ્ર ઉત્તરીને મોપેડ પાસે ગયા હતા અને ત્યાં ફરી ઝઘડો થતા જયેશભાઈએ મોપેડ ચાલકને થપ્પડ મારી દીધી હતી બાદમાં ભરત, જયેશ અને સુરેન્દ્ર બાઈક પર બેસી નીકળ્યા ત્યારે થોડે દૂર મોપેડ પર પાછળ આવતા બંને પૈકી ચાલકે જયેશને ચાલુ બાઈકે કમરમાં ચપ્પુ માર્યું હતું અને પાછળ બેસેલાએ ગાળો બોલતા કહ્યું હતું કે મારી જ નાંખજે, જીવતો ન રહેવો જોઈએ. બાદમાં તેઓ ભાગી ગયા હતા. જયેશએ મને કશું માર્યું છે તેમ કહી બાઈક રોકાવી હતી. ભરતએ જોયુ તો જયેશના પીઠના પાછળના ભાગેથી લોહી નીકળતું હતું. તેમને તરત 108 માં સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા દોડી ગયેલી વરાછા પોલીસે ભરતની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી મોપેડ ચાલક ૧૬ વર્ષના તરુણની અટકાયત કરી હતી.જયારે તેની સાથે હત્યામાં સામેલ તેના રનકલાકાર મિત્ર ગૌતમ ગોહિલની ધરપકડ કરી હતી. ચપ્પુ મારનાર 19 વર્ષના તરુણના પિતા એમ્બ્રોઈડરીનું કારખાનું ધરાવે છે અને તે કાપોદ્રા વિસ્તારમાં રહે છે. વધુ તપાસ પીઆઈ આર.બી. ગોજીયા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *