હનુમાન જ્યંતીઍ ગૃહ રાજ્યમંત્રીઍ સુરતમાં ક્ષેત્રપાળ દાદાના કર્યા દર્શન.
હર્ષ સંઘવીએ પરિવાર સાથે ક્ષેત્રપાલ હનુમાન મંદિરમાં દર્શન કર્યા
સગરામપુરા વિસ્તારમાં આવેલું છે ક્ષેત્રપાળ દાદાનું મંદિર.
સુરત શહેરમાં શ્રી હનુમાન જયંતીની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી શ્રી હનુમાન જન્મોત્સવ નિમિતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે ક્ષેત્રપાલ હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા
સુરત શહેરમાં શ્રી હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પરીવાર સાથે સગરામપુરા સ્થિત અતિ પ્રાચીન ક્ષેત્રપાલ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા પહોચ્યા હતા. શ્રી હનુમાન જન્મોત્સવ નિમિતે મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, શંખ વગાડી આરતી કરી પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં દર્શન કર્યા હતા. સગરામપુરા સ્થિત ક્ષેત્રપાળ દાદાના મંદિરમાં સવારે હવનનું પણ આયોજન કરાયું હતું.