સુરતમાં ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓ પકડાયા
આરોપી શુભનેશ અને હુશૈન મૈનોદિનની દરપક્ડ
સુરત શહેરમાં ઈચ્છાપોર પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે ગાંજાનો જથ્થો અને મોપેડ તેમજ મોબાઈલ ફોન મળી કુલ ૮૦,૧૬૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ઈચ્છાપોર પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે 28વર્ષીય શુભનેશ કુમાર દિનેશલુંમાર ભારતીય અને 38વર્ષીય હુશૈન મૈનોદિન શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી 9800 રૂપિયાની કિમંતનો 0.980 ગ્રામ ગાંજો, 6500 રૂપિયાની કિમંતનું એક મોપેડ, ૨ મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા ૧૬૦ વેગેરે મળી કુલ 80,160 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.