સુરત પોલીસનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
મુળ માલિકોને તેઓનો મુદ્દામાલ પરત કરાયો
પોલીસ મુખ્ય મથક કોમ્યુનીટી હોલ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ નાયબ પોલીસ કમિશનર ઝોન 4 માં આવતા વિવિધ પોલીસ મથકનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુળ માલિકોને તેઓનો મુદ્દામાલ પરત કરાયો હતો.
સુરત પોલીસ કમિશ્નરની સુચના તથા માર્ગદર્શન હેઠળ તથા સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશ્નર ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશ્નર એચ તથા જી ડીવીઝન નાઓની ઉપસ્થિતિમાં ઝોન 4 વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશન અઠવાલાઈન્સ, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા, અલથાણ પોલીસ સ્ટેશનનાના વિવિધ ગુનાઓમાં પોલીસે કબજે કરેલા અને રીકવર કરેલા મુદ્દામાલને તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ મુખ્ય મથક કોમ્યુનીટી હોલ ખાતે મુળ માલિકોને પરત કર્યા હતાં. જેમાં વાહનો, મોબાઈલ, લેપટોપ મળી 1 કરોડ 66 હજારથી વધુનો મુદ્દામાલ મુળ માલિકોને પ રત કરાયા હતાં.
