સુરત : બેંગકોકથી સુરત આવતી એઆઈની ફ્લાઇટમાં પણ ટેક્નિકલ ખામી
બેંગકોકમાં ટેકઓફ પહેલાં જ વિમાનમાં થ્રસ્ટ ફેઈલ,
190 યાત્રીઓ મોડી રાત સુધી અટવાયા
મોટી સંખ્યામાં સુરતના મુસાફરો ફસાયા
અમદાવાદ પ્લેન ક્રેશ ની ઘટના તાજી છે ત્યાં સુરતમાં બેંગકોક સુરત ફ્લાઈટના એન્જિનમાં થ્રસ્ટની સમસ્યા સર્જાતા ફ્લાઈટ ટેક ઓફ ન થઈ શકતા મુસાફરો અટવાયા હતાં.
અમદાવાદ પ્લેન ક્રેશના બીજા જ દિવસે એ. આઈ.ની એક્સપ્રેસની બેંગકોક-સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટની સમસ્યા સર્જાઈ હતી. પ્રોબ્લેમના કારણે ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હતી. જેથી 190 પેસેન્જરોને ઉતારવા પડ્યા હતાં. એ.આઈ. એક્સપ્રેસ આ ઓપરેશન માટે બોઈંગ-737-મેક્સ-8 એરક્રાફ્ટને ઉપયોગ કરે છે. શુક્રવારે બેંગકોક એરપોર્ટથી સાંજે પોણા પાંચ કલાકે ટેકઓફ થવાની હતી. પણ ટેક્નિકલ ખામીના કારણે તમામ પેસેન્જરોને ઊતારવા પડ્યા હતાં. ત્યાર બાદ ઈજનેરોની ટીમે ટેક્નિકલ ખામી સુધારવાની કામગીરી હાથ ધરી હતી. મોડી રાત સુધી ફ્લાઈટના એન્જિનની થ્રસ્ટની ટેક્નિકલ ખામી સુધરી ન હતી. જેને કારણે 190 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો.