સુરતમાં દારૂનો નશો કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યો
ડભોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા નસેડીઓમાં ફફડાટ વ્યાપી ગયો
દારૂનો નશો કરી ગેરકાયદે મંડળી રચી પોલીસની ફરજમાં રૂકાવટ કરનારાઓ વિરૂદ્ધ સિંગણપોર ડભોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા નસેડીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રણછોડભાઈ તેમજ લોકરક્ષક હિરેન દિનેશભાઈ નાઈટ ડ્યુટી પર હોય અને પોલીસસ્ટેશન વિસ્તારમાં બાઈક પર પેટ્રોલિંગ કરવા ગયા હતા તે સમયે ફરતા ફરતા રાત્રીના 12 વાગ્યાના અરસામાં વરીયાવ બ્રિજ ખાતે આવતા ત્યાં આગળ પાંચ ઈસમો વરિયાવ બ્રિજની નીચે ટોળુ વાળી બેઠા હતા અને જોર જોરથી બુમો પાડતા હોય જેથી તેઓએ બાઈક ઉભી રાખીને કહ્યુ હતુ કે કેમ બુમો પાડો છો તેમ કહેતા તમામ બેસેલા ઈસમો ઉશ્કેરાયા હતા અને નાઈટ ફરજના પોલીસ કર્મચારીઓ સાથે ગમે તેમ બોલવા લાગી ગાળો આપી હતી. તો આરોપીઓના મોઢામાંથી નશો કરેલી તિવ્ર વાસ આવતી હોય અને બેઠક વાળી જગ્યાએ સોડાની બોટલો તથા બિયર ટીનની ખાલી બોટલો પણ પડી હોય જેથી તમામને જે તે સ્થિતિમાં રહેવા જણાવતા તમામે ઉશ્કેરાઈ જઈ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી જેથી પી.સી.આર. તેમજ અન્ય નાઈટ કર્મચારીઓ મદદે આવી જતા આરોપીઓ કિશોર ઉર્ફે માધો માધવજી મોરડીયા, અમિત કરશન બાબરીયા, જયેશ ઉર્ફે જયુ અમૃત વાઢેર, દિપક પીઠા વાણિયા અને દિવ્યેશ ચંદુ વાસાણીને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.