સુરતની ભેસ્તાન પોલીસનું નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન
ગાંજાના જથ્થા સાથે ઓડિશા વાસી સહિત બેને ઝડપ્યા
વિજય વિનોદ શાહુ અને યુપીવાસી અકીલખાનને ઝડપ્યો
સુરતની ભેસ્તાન પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે ઓડિશા વાસી સહિત બેને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ભેસ્તાન પોલીસ પણ સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ, નાયબ પોલીસ કમિશનર ઝઓન છ અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના નેજા હેઠળ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ભેસ્તાન પોલીસ મથકના પી.આઈ કે.પી. ગામેતીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.બી. ચૌધરીની ટીમના એ.એસ.આઈ. સુરેન્દ્રકુમાર અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુજીતએ બાતમીના આધારે ભેસ્તાન આશિર્વાદ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે આવેલ ગાર્ડનની દિવાલ પાસે પાનની લારી નજીકથી ઓડીશા વાસી અને હાલ પાંડેસરા વડોદગામ ખાતે રહેતા વિજય વિનોદ શાહુ અને યુપીવાસી હાલ ઉન ખાતે રહેતા અકીલખાનને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી 22 હજારથી વદુની કિંમતનો 2 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો કબ્જે કરી બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.