સુરતમાં જર્જરિત મકાનોના ભાગ ધરાશાહી
પાર્લે પોઈન્ટ ખાતે આવેલ લાસેલ એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાહી
સુરતમાં જર્જરિત મકાનોના ભાગ ધરાશાહી થવાનુ યથાવત હોય તેમ પાર્લે પોઈન્ટ ખાતે આવેલ લાસેલ એપાર્ટમેન્ટના પહેલા માળની ગેલેરી ધરાશાહી થઈ હતી.
સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ જર્જરિત મકાનોના ભાગ ધરાશાઈ થવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતના પાર્લે પોઈન્ટના લાસેલ એપાર્ટમેન્ટના પહેલા માળની ગેલેરી ધરાશાય થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યાના અરસામાં ગેલેરીનો ભાગ ધરાશાઈ થતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.