સુરતમાં ચોમાસા દરમિયાન અકસ્માતને પગલે પાવર ગુલ
દારૂના ફુલ નશામાં ટ્રેલર ચાલકે જીઈબીના થાભલાને નુકશાન પહોચાડ્યું
250 લોકોના ઘરનો પાવર ગુલ થયો
સુરતમાં ચોમાસા દરમિયાન અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે પીપલોદ ખાતે આવેલી એક સોસાયટી બહાર ટ્રેલર ચાલકે જીઈબીના થાભલાને નુકશાન પહોંચ્યુ હોય જેને લઈ 250 લોકોના ઘરનો પાવર ગુલ થયો હતો.
સુરતના પીપલોદ ખાતે આવેલ શાશ્વત સોસાયટીમાં એક ટ્રેલર ચાલકે જીઈબીના થાંભલો તોડી નાંખ્યો હતો જેને લઈ 250 લોકોના ઘરનો પાવર ગુલ થયો હતો. ટ્રેલર ચાલક જીઈબીનો થાંભલો તોડ્યા બાદ ત્યાંથી ટ્રેલર લઈ ફરાર થવાના ચક્કરમાં હતો જો કે સ્થાનિક સોસાયટીના રહેવાસીઓએ ટ્રેલર ચાલકના પીછો કરી પકડી પાડ્યો હતો. ટ્રેલર ચાલક દારૂના ફુલ નશાની હાલતમાં હોવાનું સોસાયટીના લોકોનું કહેવું છે. તો સોસાયટીના રહેવાસીઓ પોલીસ બોલાવી ડ્રાયવરને પોલીસને સોંપી દીધો હતો.