રૂમાલમાં કાગળ ની ગડ્ડી બનાવી તેના પર એક નોટ ઓરિજનલ રાખી છેતરપિંડી કરતો
આરોપી નાગરિકો પાસે થી રોકડા પૈસા મેળવી આ ગડ્ડી પકડાવી દેતો
સુરતની ઈચ્છાપોર પોલીસે રૂમાલમાં પેસા જેવા કાગળની ગડ્ડી આપી લોકો પાસેથી રોકડા પેસા મેળવી ઠગાઈ કરતી ગેંગને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે , સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં એટીએમ પાસે જઈ જે નાગરીકો એટીએમ મશીનમાં પેસા ઉપાડવા આવે તેમના ઉપર ધ્યાન રાખી તેઓને વાતમાં ભોળવી દઈ આરોપીઓ પાસે રહેલ રૂમાલમાં પેસા જેવા કાગળની ગડ્ડી જેમાં વધુ પેસા છે તેમ કહી નાગરિકોને લલચાવી તેમની પાસે રહેલ રોકડા પેસા મેળવી ઠગાઈ કરતા આરોપી શેલેશ ઉર્ફે પીન્ટુ રામશિરોમણી અને સંજય ઉર્ફે અમર મીઠાઈલાલ રાજભરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.