સુરત પીસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો
પોલીસે દારૂનો જત્થો લાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી
સુરતની પીસીબી પોલીસે વિદેશી દારૂ અને અન્ય 8.79 લાખના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂનો જત્થો લાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પીસીબી પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, તારીખ 9 /4 /2025 ના રોજ પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક ઇસમ વિપુલ ભોજાણી તેની ઇકો કાર લઈ ઉતરાણ સાઈ સમૃદ્ધિ રેસીડેન્સી ના ગેટમાંથી બહાર આવવાનો છે અને આ કારમાં વિદેશી દારૂ ભરેલો છે અને અડધો દારૂ તેને પોતાના મકાનમાં સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે પોલીસે આરોપી વિપુલ વિનુભાઈ ભોજાણીને ઝડપી પાડી કારમાં તપાસ કરી હતી. જેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂની ચાર પેટીઓ જેમાંથી 192 જેટલી દારૂની બોટલો મળી હતી જેની કિંમત ૩૨ હજારથી વધુ થાય છે. આરોપીની પૂછપરછ કરતા અન્ય દારૂનો જથ્થો તેના બનેવી સંજય સાબલપરા ના ઉતરાણ સાઈ સમૃદ્ધિ રેસીડેન્સી ના મકાનમાં સંતાડી રાખ્યો છે. જેથી પોલીસે આરોપી વિપુલ ને સાથે રાખી ત્યાં તપાસ કરતા ત્યાંથી પણ દારૂની 64 જેટલી પેટીઓ મળી આવી હતી જેમાં 3,120 જેટલી દારૂની બોટલ હતી જેની કિંમત પાંચ લાખ ૩૬ હજારથી વધુ થાય છે. હાલ પોલીસે કુલ 8 લાખ 80 હજારથી વધુ નો દારૂ અને અન્ય મુદ્દા માલ સાથે આરોપી વિપુલ ભોજાણીની ધરપકડ કરી છે જ્યારે દારૂનો જથ્થો લાવનાર આરોપીના બનેવી સંજય રમેશભાઈ સાબલપરાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.