સરકારી વકીલ તરીકે દલીલ નહીં કરે તેવું કહી મહિલા પાસે પૈસાની માંગણી કરી
મહિલાનો પતિ 18 મહિનાથી આરોપી તરીકે પોલીસ કસ્ટડીમાં હતો
મહિલા પાસે નકલી સરકારી વકીલે 75 હજારની કરી હતી માગણી
નકલીની ભરમાર વચ્ચે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ નકલી પોલીસ, નકલી જજ અને નકલી સરકારી અધિકારી બનીને લોકોને લૂંટવાના ઘણા કેસ સામે આવ્યા છે. ત્યારે હવે અમદાવાદ હાઇકોર્ટનો સરકારી વકીલ બની લોકો પાસેથી રૂપિયા ખંખેતરો આરોપી ઝડપાયો છે.
ગુજરાતમાં નકલીઓની ભરમાર વચ્ચે અમદાવાદમાં આ વખતે હાઇકોર્ટનો સરકારી વકીલ એટલે કે નકલી સરકારી વકીલ ઝડપાયો છે. પોતાની ઓળખાણ સરકારી વકીલ તરીકે આપતો હતો, પરંતુ હકીકતમાં તે હત્યાનો આરોપી અને જેલમાંથી પેટ્રોલ જમ્પ કરેલો વ્યક્તિ હતો. તે રોજ હાઇકોર્ટમાં ચાલતા કેસના કોઝલિસ્ટ ડાઉનલોડ કરતો હતો. જેમાં તે ગમે તેમ કરીને આરોપીના પરિવારનો સંપર્ક કરતો હતો અને તેમને મદદ કરવા માટે તેમજ કડક દલીલ ન કરવાથી તેમના પરિવારના કે આરોપીને મદદ મળશે તેવી વાતો કરી રૂપિયા પડાવતો હતો. આ રેકેટ ત્યારે સામે આવી જ્યારે એક મહિલાએ તેને સરકારી વકીલ સમજીને 20 હજાર રૂપિયા આપ્યા હતા. સોલા વિસ્તારમાં એક મહિલા પોતાના પતિને જામીન અપાવવા માટે પ્રયાસ કરતી હતી, ત્યારે એકવાર 20 હજાર ચૂકવ્યા બાદ વધુ રકમની માંગણી કરતા મહિલાને શક ગયો હતો. તપાસમાં માલુમ પડ્યુ કે, વ્યક્તિ સરકારી વકીલ નહીં પણ જેલમાંથી હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરેલો આરોપી નીકળ્યો. એટલું જ નહીં તે રોજ હાઈકોર્ટનું કોઝલિસ્ટ ડાઉનલોડ કરીને પોતાના ટાર્ગેટ શોધતો હતો .
આ નકલી સરકારી વકીલ બીજા કેટલાક લોકોને પણ છેતરી ચુક્યો હોવાનું સોલા પોલીસને જાણવા મળ્યું અને તેને ઝડપી લીધો છે. આ નગલી સરકારી વકીલ 27 વર્ષીય મયંકભાઇ મનસુખભાઈ સંઘાણી અને જામનગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આરોપીને પકડીને પૂછપરછ કરતા આરોપી આગાઉ હત્યા અને ખંડણીના ગુનામાં જેલમાં હતો. ત્યાર બાદ તેણે પેરોલ જમ્પ કર્યો હતો. આ મહિલા સિવાય પણ તેણે બીજા વ્યક્તિઓના પણ રૂપિયા પડાવ્યા હોવાની વિગત પોલીસને મળી છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી