ઉત્તરપ્રદેશમાં માયાવતીની ભત્રીજીના સાસરિયા સામે ગંભીર આરોપ
પતિ નપુંસક હોવાથી તેના જેઠ સાથે સંબંધ બનાવવા દબાણ કરતો હોવાનો આક્ષેપ
દહેજમાં પાર્ટીની ટિકિટ, 50 લાખ રોકડ, 1 ફ્લેટ માગ્યો
હાપુડ નગરપાલિકાના પ્રમુખના પુત્ર સાથે થયા હતા લગ્ન
ઉત્તરપદેશમાં દહેજ મામલે કેસનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં યુપીની પૂર્વ સીએમ અને બસપા સુપ્રીમો માયાવતીની ભત્રીજીએ તેના સાસરિયાઓ પર વધારાનો દહેજ માંગવાનો, તેના પતિ નપુંસક હોવાથી તેના જેઠ સાથે સંબંધ બનાવવા દબાણ કરવાનો અને બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
ઉત્તરપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની ભત્રીજીએ પોતાના સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. એવો આરોપ છે કે પરિણીત મહિલાને ત્રાસ આપવામાં આવ્યો હતો અને ફ્લેટ અને વધારાના દહેજ તરીકે 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી . સાથે જ એવો પણ આરોપ છે કે પતિ નપુંસક હતો, ત્યારે પરિણીત મહિલાને બાળક મેળવવા માટે તેના જેઢ સાથે શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરવામાં આવતું હતું. તો સાથે સાથે એવો પણ આરોપ છે કે દિયર અને સસરાએ પણ પરિણીત મહિલા પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટેશન અને એસપીને ફરિયાદ કર્યા પછી પણ રિપોર્ટ નોંધવામાં આવ્યો ન હતો. ત્યારે હવે કોર્ટના આદેશ પર પરિણીત મહિલાના પતિ સહિત સાત નામાંકિત આરોપીઓ વિરુદ્ધ શહેર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસમાં દાખલ કરાયેલા રિપોર્ટમાં દિલ્હીના ઇન્દરપુરી દક્ષિણ વિસ્તારની એક મહિલાએ કહ્યું કે તે બસપા સુપ્રીમો અને પૂર્વ સીએમ માયાવતીના ભાઈની પુત્રી છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે કોર્ટના આદેશ પર તમામ નામાંકિત આરોપીઓ સામે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. આ મામલાની તપાસ કરવામાં આવશે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
9 નવેમ્બર, 2023 ના રોજ, તેણીના લગ્ન હાપુર કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના વિશાલ સાથે થયા હતા. તેમના સાસુ પુષ્પા દેવી હાલમાં હાપુડ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ છે. જ્યારે, સસરા શ્રીપાલ બસપા નેતા છે. લગ્ન પછી તરત જ પતિ વિશાલ, સસરા શ્રીપાલ સિંહ, સાસુ પુષ્પા દેવી, જેઠ ભૂપેન્દ્ર ઉર્ફે મોનુ, ભાભી નિશા, ભાભી શિવની અને મામા અખિલેશ એક ફ્લેટ અને વધારાના દહેજમાં 50 લાખ રૂપિયાની માંગણી કરવા લાગ્યા. આરોપીએ પીડિતા પર તેના કાકી બસપા સુપ્રીમો માયાવતી પાસેથી ફ્લેટ અને 50 લાખ રૂપિયા મેળવવા દબાણ કર્યું. કોઈક રીતે તે આરોપીઓના ચુંગાલમાંથી યુવતી છટકી જવામાં સફળ રહી. 18 માર્ચ, 2025 ના રોજ, પીડિતાએ તેના સંબંધીઓને પોતાની સમગ્ર ઘટના જણાવી. જે બાદ સંબંધીઓ તેના સાસરિયાના ઘરે પહોંચ્યા. પરિવારના સભ્યો પીડિતાને પોલીસ સ્ટેશન લઈ ગયા, પરંતુ પોલીસે રિપોર્ટ નોંધવાની ના પાડી દીધી. 21 માર્ચ, 2025 ના રોજ પીડિતાએ એસપીને ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારબાદ પીડિતાએ ન્યાય માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી