સુરત રેલ્વે પોલીસે 45 લાખના સોનાના બિસ્કીટની ચોરી પકડી
ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો
કરણ શંકર મકવાણા અને મહિલા ગીતા સોલંકીને ઝડપ્યા
સુરત રેલ્વે પોલીસે 45 લાખના સોનાના બિસ્કીટની ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો રીઢા વિરૂદ્ધ સુરત રેલ્વે પોલીસ મથકમાં ચાર ગુના નોંધાયા હોવાનુ સામે આવ્યુ છે.
સુરત રેલ્વે પોલીસે લાખોના સોનાના બિસ્કીટની ચોરી કરનારાઓને દબોચી લીધા છે. સુરત રેલ્વે સ્ટેશન પર લિફ્ટમાં મુસાફરની નજર ચુકવી 45 લાખના સોનાના બિસ્કીટ ની ચોરી થઈ હતી. દંપતિ લિફ્ટમાં ઉતરી ભીડમાં હતા તે સમયે આરોપીએ સોનાની બિસ્કીટની ચોરી કરી લીધી હતી અને ત્યારબાદ આરોપી રિક્ષામાં બેસી ફરાર થઈ ગયો હતો બનાવને લઈ રેલ્વે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી રીઢા ચોર એવા 25 વર્ષીય કરણ શંકર મકવાણા અને એક મહિલા ગીતા સોલંકીને ઝડપી પાડી તેઓ પાસેથી પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો આરોપી કરણ મકવાણા વિરૂદ્ધ સુરત રેલ્વે પોલીસ મથકમાં ચાર ગુના નોંધાયા હોવાની પણ કબુલાત કરી હતી.
