સુરત : દ.ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલમાં હોબાળો
ભોજનની ખરાબ ગુણવત્તાથી કંટાળેલા 500થી વધુ વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા,
સિક્યુરિટી સાથે ઘર્ષણ; ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
દક્ષિણ ગુજરા. યુનિવર્સિટીના સમરસ બોયઝ હોસ્ટેલમાં સારી ગુણવત્તાનુ જમવાનુ ન મળતુ હોવાની સાથે મુળ ભુત સુવિધાઓનો અભાવ હોય જેને લઈ વિદ્યાર્થીઓ ધરણા પર ઉતર્યા હતા તો સિક્યુરીટી સાથે ઘર્ષણ થતા આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ હતી.
સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલમાં હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા જમવાનું સારૂ ન મળતુ હોવાની સાથે મૂળભૂત સુવિધાઓ ન મળતા ત્રસ્ત થઈ વિદ્યાર્થીઓ મધરાત્રે ધરણાં પર બેઠા હતા. ભોજનની ખરાબ ગુણવત્તાથી કંટાળેલા 500થી વધુ વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા. જેને લઈ હોસ્ટેલના વોર્ડન તથા સમાજ કલ્યાણ અધિકારી સ્થળ પર દોડી આવ્યા તો વિદ્યાર્થીઓનુ સિક્યુરિટી સાથે ઘર્ષણ થતા વિદ્યાર્થીઓ દ્વારા ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તો એવી પણ રજુઆત વિદ્યાર્થીઓએ કરી હતી કે 150 વિદ્યાર્થીઓ વચ્ચે બે ટોઈલેટ અને બાથરૂમ છે સાથે સમરસ હોસ્ટેલના રૂમોમાં સ્વિચ બોર્ડ ખુલ્લી હાલતમાં છે. તેમ કહ્યુ હતું.
