સુરતમાં બેટરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
સારોલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી
સુરતની સારોલી પોલીસે બેટરી ચોરીના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.
સુરતની સારોલી પોલીસની ટીમ પી.આઈ. એસ.આર. વેકરીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સારોલી પોલીસ મથક વિસ્તારમાંથી બેટરી ચોરી કરનાર રોહિત સુરેશ કસળેને શ્યામ સંગીની માર્કેટથી સણીયા ગામ જતા રસ્તા પરથી તથા તે જ ગુનામાં સંડોવાયેલ પુજા આકાશ ગુપ્તાને પણ કડોદરા રોડ કુંભારીયા ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી તેઓ પાસેથી છ જેટલી બેટરીઓ કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
