સુરત :જીઓના મોબાઈલ ટાવરમાંથી રેડીયો યુનિટ ચોરનાર ઝડપાયાં
પોલીસે રીઢાઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે બન્ને રીઢાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
સુરતની ડિંડોલી પોલીસે જીઓ કંપનીના મોબાઈલ ટાવરમાંથી રેડીયો યુનિટની ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતની ડિંડોલી પોલીસની ટીમ પી.આઈ. આર.જે. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો ત્યારે એએસઆઈ અરવિંદ તથા અ.હે.કો. દિપકને મળેલી બાતમીના આધારે બે રીઢાઓ મુળ મધ્યપ્રદેશનો અને હાલ ડિંડોલી ખાતે ગાયત્રી નગર બેમાં રહેતા નાગેન્દ્ર ઉર્ફે રતન ઉર્ફે દાદુ કેશવ મીદાની અને મુળ યુપીનો અને હાલ ગાયત્રી નગર બેમાં રહેતો હરીઓમ ઉર્ફે રોહિત સ્વામીશરણ તિવારીને ઝડપી પાડ્યા હતાં અને તેઓ પાસેથી પોલીસે 3 લાખ 29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે ડિંડોલી વિસ્તારમાં આવેલ જીઓ કંપનીના મોબાઈલ ટાવરમાંથી તેઓએ રેડીયો યુનિટની ચોરી કરી હતી. હાલ તો ડિંડોલી પોલીસે બન્ને રીઢાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
