સુરતમાં અસામાજિક તત્વનો આતંક
માથાભારે આરોપીએ યુવાન પર જીવલેણ હુમલો કર્યો
ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાયો
સુરતમાં ફરી અસામાજિક તત્વનો આતંક સામે આવ્યો છે. ભેસ્તાન આવાસમાં નશાના કારોબાર સાથે જોડાયેલા માથાભારે આરોપીએ યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો.
સુરત ભેસ્તાન આવાસમાં નશાના કારોબાર સાથે જોડાયેલા માથાભારે અજબાઝ બિલ્લી દ્વારા નશો કરવા માગેલા રૂપિયા નહીં આપતા બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કરાયો હતો. હુમલાની ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. તો બીજી તરફ ગુનેગારો પર પોલીસ ની કાર્યવાહી પણ શંકા ના દાયરામાં આવી રહી છે. આ ઘટના ભેસ્તાન આવાસ સ્થિત ઈ 53 બિલ્ડિંગ નજીક બની હતી. જેમાં અરબાજ બિલ્લી નામના માથાભારે યુવકે નશા માટે રૂપિયા નહીં આપવા બદલ બે વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલાની ઘટના દરમ્યાન અરબાજ બિલ્લીએ ઈજાગ્રસ્ત યુવકોને કહ્યું જો સાંજ સુધી રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેની સારવાર ચાલુ છે. જ્યાં એક પીડિત યુવકની પત્નીએ પોલીસ પાસે તેમના પતિ પર થયેલા હુમલા અંગે ન્યાયની માંગ કરી છે. વધુમાં ઇજાગ્રસ્ત ની પત્નીએ જણાતા કહ્યું કે અરબાજ બિલ્લી નામનો આ માથાભારે યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરવા રિયાની ડિમાન્ડ કરે છે. અને જો કોઈ વ્યક્તિ તેને પૈસા આપવાનો ઇનકાર કરે તો તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દે છે. આ ઘટનાએ પોલીસની ડિંડોલી પોલીસ ની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. પોલીસની હપ્તાખોરીના કારણે ભેસ્તાન આવાસમાં ગુનેગારો બેખોફ થઈ ગયા છે અને ખુલ્લેઆમ ગુના કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે.
