સુરત ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

 

સુરત ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો
ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા હતા
પોલીસે આસિફ કાસમ રાજકોટવાલાની ધરપકડ કરી

મુંબઈ એન્ટી નાર્કોટીક્સ સેલમાં એમ.ડી. ડ્રગ્સ ઝડપાવવાના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી ઝડપી પાડી મુંબઈ પોલીસને તેનો કબ્જો સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

સુરત ક્રાઈમ બ્રાનચની ટીમ સુરતમાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરનાર સપ્લાય કરતા માફીયાઓ સામે લાલ આંખ ખરી રહી છે ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતના લાલગેટ પોલીસમથકની હદમાં આવેલ પંડોળની પોલ ખાતેથી મુંબઈ એન્ટી નાર્કોટીક્સ સેલ પોલીસ મથકમાં દાખલ થયેલા એમ.ડી. ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ એવા મહારાષ્ટ્રના મુંબ મસ્જિદ બંદર એશાજી સ્ટ્રીટમાં રહેતા આસિફ કાસમ રાજકોટવાલાને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો મુંબઈ એન્ટી નાર્કોટીક્સ સેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *