સુરતમાં આગના બનાવોમાં સતત વધારો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો
બાપ્સ હોસ્પિટલ પાસે એક ઈવી બાઈકના શો રૂમમાં આગ
15 થી વધુ ઇલેક્ટ્રિક વાહનો આગની ઝપેટમાં આવી

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અડાજણ ગામ ખાતે આવેલ બાપ્સ હોસ્પિટલ પાસે એક ઈવી બાઈકના શો રૂમમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી.

સુરતમાં ફરી ભીષણ આગની ઘટના સામે આવી હતી. વાત એમ છે કે સુરતના અડાજણ ગામ વિસ્તારમાં બીએપીએસ હોસ્પિટલ નજીક આવેલા એક ઈવી બાઈકના શોરૂમમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં શોરૂમમાં ઉભેલા 15 થી વધુ ઇલેક્ટ્રિક વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતાં. આગ લાગતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. તો પ્રાથમિક માહિતી મુજબ આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જો કે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી નથી. હાલ ફાયર વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *