સુરતના માંડવીમાં રસાયણિક ખેતીથી જમીનને થતું નુકસાન
માંડવી ફળ અને શાકભાજી સહકારી મંડળીએ ઉપાડયું બીડું
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની પહેલ
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં રસાયણિક ખેતીથી જમીનને થતું નુકસાનને ટાળવા માંડવી ફળ અને શાકભાજી સહકારી મંડળીએ ઉપાડયું બીડું ઓર્ગેનિક શાકભાજીનો બજાર કરતા વધુ યોગ્ય ભાવ ચુકવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની પહેલ કરવામાં આવી છે
પર્યાવરણ અને જનઆરોગ્ય સામે ઊભા થઈ રહેલા જોખમોને ધ્યાનમાં રાખીને, માંડવી તાલુકા ફળ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળી દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. મંડળીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને સંપૂર્ણપણે ઓર્ગેનિક શાકભાજીના ઉત્પાદન તરફ વાળવા માટે અભિયાન શરૂ કર્યું છે. આનાથી ખેડૂતોને યોગ્ય વળતર અને ગ્રાહકોને કેમિકલ મુક્ત આહાર મળી રહે તેવો ઉદ્દેશ છે.મંડળીના આ અભિયાનની સૌથી મોટી વિશેષતા ખેડૂતોને આપવામાં આવતું આર્થિક પ્રોત્સાહન છે. માનદ મંત્રી કનુભાઈ પટેલના જણાવ્યા મુજબ મંડળીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, તેઓ ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક શાકભાજીની ખરીદી બજારભાવ કરતાં વધુ યોગ્ય ભાવે કરવા તૈયાર છે. આ પગલું ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને સેન્દ્રિય ખેતી તરફ વળવા માટે પ્રેરક બળ પૂરું પાડશે….
