દાહોદ જિલ્લામાં પીપળાપાણી પ્રાથમિક શાળા ના દ્રશ્યો જોઈ સરકાર ના તમામ દાવા પોકળ સાબિત થયા
1 થી 8 ધોરણ ની શાળા માં 150 ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે
તંત્ર ની ઉદાસીનતા ના કારણે બાળકો પતરા ના શેડ અને ઓટલા ઉપર બેસવા મજબૂર બન્યા
શિક્ષણ ના શ્રેષ્ઠ દાવા વચ્ચે લીમખેડા તાલુકા ની પીપળાપાણી પ્રાથમિક શાળા મા તંત્ર ની ઉદાસીનતા ના કારણે બાળકો પતરા ના શેડ અને ઓટલા ઉપર બેસવા મજબૂર બન્યા શાળા ના જૂના ઓરડા જર્જરીત થતા નવા 6 ઓરડા મંજૂર
કરી જૂના ઓરડા તોડી નાખવામાં આવ્યા બાળકો પતરા ના શેડ માં અલગ અલગ ધોરણ ના હોવા છતાં બાળકો એક જ શેડ નીચે અભ્યાસ કરે દરેક ગામડે ગામડે શ્રેષ્ઠ શિક્ષણ ના સરકાર ના દાવા છે પરંતુ દાહોદ જિલ્લા ના લીમખેડા તાલુકા માં આવેલી પીપળાપાણી પ્રાથમિક શાળા ના દ્રશ્યો જોઈ સરકાર ના તમામ દાવા પોકળ સાબિત થયા છે 1 થી 8 ધોરણ ની શાળા માં 150 ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે પરંતુ શાળા ના જૂના ઓરડા જર્જરીત થતા નવા 6 ઓરડા મંજૂર કરી જૂના ઓરડા તોડી નાખવામાં આવ્યા અને નવા ઓરડા માટે ખાતમુહૂર્ત થયા ને બે મહિના થયા છતાં હજુ કામ શરૂ નથી કરાયું હાલ માત્ર એક ઓરડો છે જેમાં ઓફિસ ગણો કે વર્ગખંડ બધું એક જ ઓરડો ઓફીસ નો સામાન કોમ્પ્યુટર બધું પડ્યું હોય અને ત્યાજ બાળકો પણ બેસે બીજા બાળકો ઓટલા ઉપર બેસી ને અભ્યાસ કરે છે તો બાકી રહેલા બાળકો પતરા ના શેડ માં અલગ અલગ ધોરણ ના હોવા છતાં બાળકો એક જ શેડ નીચે અભ્યાસ કરે છે નવા બનેલા શેડ માં નીચે પ્લાસ્ટર કે પથ્થર પણ નથી લગાવ્યા પથ્થરો અને ઉબડખાબડ જમીન ઉપર શેતરંજી પાથરી બાળકો અભ્યાસ કરી રહ્યા છે અત્યારે ગરમી નો સમય છે ત્યારે આવી કપરી પરિસ્થિતિ માં બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ત્યારે ઉગ્ર લોકમાંગ છે કે નવું બિલ્ડિંગ બને ત્યાંસુધી બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી વાલીઓ અને ગ્રામજનો દ્વારા લોક માં ઉઠી છે…
