રાજકોટમાં સસ્તો દારૂ મોંઘી બોટલમાં વેચવાનું કૌભાંડ

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં સસ્તો દારૂ મોંઘી બોટલમાં વેચવાનું કૌભાંડ
પીસીબી દ્વારા ડુપ્લીકેટ દારૂ બનાવનારની ધરપકડ
આરોપીએ વીડિયોમાં કરી દારૂ બનાવવાની કબૂલાત

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં પીસીબી પોલીસે ડુપ્લીકેટ દારૂ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપી અનીશ હિંગોરાની ધરપકડ કરી છે. આરોપી ભંગારમાંથી મળેલી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરી તેને મોંઘી બ્રાન્ડ તરીકે વેચતો હતો.

રાજકોટ શહેરમાં દારૂડિયાઓને મોંઘી બ્રાન્ડના નામે બનાવટી દારૂ પધરાવવાનું એક મોટું કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ પીસીબીની ટીમે શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલી વિનોબા ભાવે ટાઉનશિપમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે આ રેકેટ ચલાવનાર ભેજાબાજ આરોપી અનીશ હિંગોરાની ધરપકડ કરી છે. આ આરોપી ભંગારમાંથી મોંઘી બ્રાન્ડની ખાલી વિદેશી દારૂની બોટલો ખરીદતો હતો. ત્યારબાદ તેમાં સસ્તો દારૂ ભરી, નવું સીલ મારીને ઊંચા ભાવે વેચતો હતો. આ બનાવટી દારૂના રેકેટનો પર્દાફાશ થતાં જ પીસીબી પોલીસે સમગ્ર માલસામાન કબજે કરીને આરોપી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આ ડુપ્લીકેટ દારૂ કોને-કોને વેચતો હતો, ભંગારમાંથી બોટલો આપનાર કોણ હતું અને આ કૌભાંડમાં અન્ય કોઈ સાગરીતો સામેલ છે કે કેમ, તે તમામ દિશાઓમાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

આરોપી ‘અનીશ હિંગોરા’ કઈ રીતે ભંગારની બોટલોમાં સસ્તો દારૂ ભરીને ડુપ્લીકેટ બોટલો તૈયાર કરતો હતો તે અંગે કેમેરા અને પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી હતી. આરોપી સસ્તા દારૂની માત્રા મેળવીને તેને મોંઘી બ્રાન્ડ તરીકે પેક કરીને બજારમાં વધુ નફો કમાવવા માટે વેચતો હતો. દારૂના શોખીનોને બ્રાન્ડના નામે બનાવટી અને આરોગ્ય માટે જોખમી દારૂ પધરાવીને અનીશ હિંગોરા મોટો આર્થિક ફાયદો મેળવી રહ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *