સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો
માતા અને ભાઈને મેસેજ કર્યા બાદ આપઘાત
પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે પાંડેસરામાં રહેતા યુવાને માતા અને ભાઈને મેસેજ કર્યા બાદ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરામાં 20 વર્ષીય યુવકે માતા અને ભાઈને મેસેજ કર્યા બાદ આપઘાત કર્યો હતો. પાંડેસરા વિસ્તારમાં રહેતા અને ગેરેજની દુકાન ચલાવતા રાહુલ નામના યુવાને મોબાઈલ વોટ્સએપ ઉપર ભાઈને મેસેજ કર્યો હતો અનેકહ્યુ હતુ કે ભાઈ તું ભાઈ કા સાથ કભી મત છોડના મેં તો છોડ કે જા રહા હું. હાલ તો યુવાને કયા કારણોસર આ પ્રકારનો મેસેજ કર્યા બાદ આપઘાત કર્યો તે મામલે પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે.
