સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં વિરોધ

Featured Video Play Icon
Spread the love

સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં વિરોધ
રહેણાંક વિસ્તારના 50 મીટરમાં સીવેજ પમ્પીંગ સ્ટેશન પ્રોજેક્ટ
2023 બાદ સીવેજ પંપિંગ પ્લાન્ટ ભેસાણમાં બનાવવામાં આવ્યો

સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં મનપા દ્વારા રહેણાંક વિસ્તારના 50 મીટરમાં સીવેજ પમ્પીંગ સ્ટેશન પ્રોજેક્ટ બનાવાતા વિરોધ કરાયો હતો.

સુરતના જહાંગીરાબાદ વિસ્તારના સ્થાનિકોએ સુરત મનપા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારના 50 મીટરમાં સીવેજ પંપીંગ સ્ટેશન પ્રોજેક્ટ બનાવતા વિરોધ કર્યો હતો. જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલ વૈષ્ણોદેવી હાઈટ્સ તેમજ આસપાસના સ્થાનિકો દ્વારા સીવેજ પંપીંગ સ્ટેશન અન્ય સ્થળે બનાવવા માંગ કરી હતી. સીવેજ પંપીંગ પ્લાન્ટ અહીં નાખવામાં આવે તો લોકોના આરોગ્યને નુકસાન થાય તેવું સ્થાનિકોનું કહેવું છે. વર્ષ 2023 બાદ સીવેજ પંપિંગ પ્લાન્ટ ભેસાણ વિસ્તારમાં બનાવવામાં આવ્યો હોવાની માહિતી છે. સીવેજ પંપિંગ પ્લાન્ટથી અનેક પ્રકારનો નુકસાન થવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતુ. જેથી મનપા તંત્ર સ્થાનિકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી આ પ્લાન્ટ અન્ય સ્થળે કરે તેવી માંગ સાથે વિરોધ કર્યો હતો અને માંગ નહીં સંતોષાશે તો વિરોધ પ્રદર્શનની સ્થાનિકોએ ચીમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *