સુરતના ગોડાદરામાં આપ પાર્ટીની સભા પહેલા વિરોધ
ઈશુદાન અને ગોપાલ ઈટાલિયાના ટોપી પહેરેલ પોસ્ટર
હિન્દુ સંગઠનો દ્વારા સ્યાહી ફેંકાઈ અને પોસ્ટર ફાડ્યા
સુરતના ગોડાદરામાં આમ આદમી પાર્ટીની સભા પહેલા વિરોધ જોવા મળ્યો હતો. ઈશુદાન અને ગોપાલ ઈટાલિયાના ટોપી પહેરેલ પોસ્ટર પર હિન્દુ સંગઠનો દ્વારા સ્યાહી ફેંકાઈ હોય જેને લઈ આપ દ્વારા આ ષડયંત્ર કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો.
ગોદાદરા વિસ્તારમાં ગુરુવાર સાંજે આઠ વાગે યોજાનારી આમ આદમી પાર્ટીની જાહેર સભા પહેલા વિરોધનો માહોલ સર્જાયો છે. આ સભામાં મુખ્ય અતિથિ તરીકે આવનાર ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના વિરોધમાં અનેક હિંદુ સંગઠનો આગળ આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષધના કાર્યકરો દ્વારા ગોપાલ ઇટાલિયાના પોસ્ટરો પર સ્યાહી ફેંકી જોરદાર નારેબાજી કરવામાં આવી હતી. કાર્યકરોએ જણાવ્યું હતું કે હિંદુ વિરોધી નેતાને અમે અમારા વિસ્તારમાં આવવા નહીં દઈએ. ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોમાં આમંત્રણક તરીકે મીઠી ખાડી મુસ્લિમ સમાજ લખાયેલું છે તેમજ પોસ્ટરો પર મુસ્લિમ ટોપી પહેરેલા નેતાઓની તસવીરો છે, જ્યારે કાર્યક્રમનું સ્થળ હિંદુ બહુમતી વિસ્તાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ મુદ્દાને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. જો કે આ મામલે વિશ્વ હિન્દુ પરિષધના વિરોધ બાદ આમ આદમી પાર્ટી દ્વારા ગોડાદરા પોલીસ મથકે જઈ આ ષડયંત્ર રચનારાઓ સામે પગલા લેવા માંગ કરાઈ હતી.
