સુરત : કરોડોના ઠગાઈ આચરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યા
આરોપી પાસેથી ફરિયાદી 2.74 કરોડથી વધુ પડાવ્યા હતા
પોલીસે મનોજ રામનિહાર મિશ્રાની ધરપકડ કરી
લોન મંજુર કરાવવા અને લોન પર ક્લેઈમ પાસ કરાવી આપવાનો ભરોસો અપાવી લાખો રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરનાર ઠગને ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો.
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ફરિયાદી અને તેમના સગા સંબંધીઓને લોન મંજુર કરાવવા તેમજ લોન પર ક્લેઈમ પાસ કરાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો અપાવી તમામ લોકો પાસેથી 2 કરોડ 74 લાખ 24 હજારથી વધુ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી આચરાઈ હતી જે અંગે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ઉધના પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ઠગ એવા મુળ યુપીના ભદોઈનો અને હાલ ડિંડોલી ખાતે રાજદીપ રો હાઉસમાં તથા ડિંડોલીના સાકાર એપાર્ટમેન્ટમાં રહેતા મનોજ રામનિહાર મિશ્રાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
