સુરત: પુણામાં મકાનના ત્રીજા માળે ગેસ-સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ
આગ બુઝાવવાની કામગીરી દરમિયાન બ્લાસ્ટ
બે ફાયરના જવાનો-એક સ્થાનિક ઈજાગ્રસ્ત
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પુણા વિસ્તારમાં ગેસ લીકેજ બાદ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઈ હતી તો આગ બુઝાવતા બે ફાયર જવાન અને એક સ્થાનિક ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા હતાં.
સુરતના પુણા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીના એક મકાનમાં ત્રીજા માળે એક રૂમમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. જેના પગલે રૂમની ઉપર અને સાઈડની દીવાલો તૂટી પડી હતી. ઘટના અંગેની જાણ થતા ફાયરના જવાનો દોડી ગયા હતા. ફાયરના જવાનો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના પગલે બે ફાયરના જવાનો અને ત્યાં રહેતા એક સ્થાનિકને પણ ઈજા થઈ છે.
