ભેસાણ વિસાવદરમાં પાટીલ કેજરીવાલ પર વરસ્યા
દિલ્હીમાં જેના લીધે આખી સરકાર પડી એ હારેલા સીએમ ફોર્મ ભરાવવા આવ્યા,
અહીં ત્રીજી પાર્ટીને કોઇ જ સ્થાન નથી
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી હવે અંતિમ પડાવમાં પ્રવેશી રહી છે ત્યારે દરેક પક્ષોએ પ્રચારની પાંખો વિસ્તારી છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં આજે ભેંસાણ ગામે લેવા પટેલ સમાજની વાડી ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિતિમાં રહ્યા હતા.
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી પ્રચારમાં ભેંસાણ ગામે લેવા પટેલ સમાજની વાડી ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિતિમાં રહ્યા હતા. જેમણે આમ આદમી પાર્ટી અને ખાસ કેજરીવાલ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જેના લીધે દિલ્હીમાં આખી સરકાર પડી એ હારેલા સી.એમ. ઇટાલિયાનું ફોર્મ ભરાવવા આવ્યા હતા અને અહીં આવીને ચેલેન્જ કરતા હતા.. ભેંસાણની ધરતીમાં પરબનું પીર છે, સાધુ-સંતોની ભૂમિ છે, સાવજની ભૂમિ છે અને જ્યાં આટલા સાવજ હોય ત્યાં ભાજપની જીત જ હોય અને જે એવું ન માને એની તબિયત ચેક કરવી જોઈએ.ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઇ સ્થાન જ નથી. તમારે બધાએ 23 તારીખે કિરીટભાઇના વિજય સરઘસમાં આવવાનું છે.
ભૂપત ભાયાણી પર કટાક્ષ કરતા પાટીલે જણાવ્યું કે, ભૂપતભાઇ મહામંત્રી હતા ત્યારે નારાજ થયા, જ્યા જીતીને ગયા પણ આ પાર્ટીમાં વિકાસ નહીં થાય એટલે ફરી ભાજપમાં જોડાયા. એવી જ રીતે હર્ષદ રીબડિયા પણ કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહ્યા ત્યારે વિકાસ ન કરી શક્યા, પરંતુ ભાજપમાં આવ્યા અને એકપણ દિવસ પલાંઠી વાળીને બેઠાં નથી. પાર્ટીએ કિરીટ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા, પરંતુ આ બધા નારાજ થવાને બદલે કામે લાગી ગયા, આ ભાજપની તાકાત છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી