પાટડીમાં ગેસ ગળતરથી 2 યુવાનના મોતમાં ધરપકડ
SI બાદ ચીફ ઓફિસર પણ ઝડપાયો
5 મહિના અગાઉ ગટર સાફ કરવા ઉતરેલા 2 યુવાનના મોત નિપજ્યા હતા
સુરેન્દ્રનગર પાટડીમાં ગેસ ગળતરથી 2 યુવાનના મોતના મામલે સેનેટરી ઇન્સ્પેક્ટર બાદ ચીફ ઓફિસર પણ ઝડપાયો છે. 5 મહિના અગાઉ ગટર સાફ કરવા ઉતરેલા 2 યુવાનના મોત નિપજ્યા હતા.
પાટડી શહેરમાં આજથી અંદાજે પાંચેક મહિના અગાઉ યોગ્ય સુરક્ષા સાધનો વિના ભૂગર્ભ ગટરની સફાઈ કરવા ઉતરેલા જયેશભાઇ પાટડીયા અને ચિરાગભાઈ પાટડીયા પાણીના સંપની કુંડીમાં ઉતરતા ગૂંગળામણના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનામાં કોન્ટ્રાકટરની પોલીસ દ્વારા અટક કરાઈ હતી. જ્યારે અન્ય 2 આરોપીમાં ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ કટારીયા ફરાર થઇ ગયા હતા. જ્યારે 3 દિવસ અગાઉ સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ કટારીયાની અટક કરી હતી. જ્યારે આજે આ કેસના અન્ય આરોપી ચીફ ઓફિસર મોસમ પટેલની પોલીસ દ્વારા અટક કરાઈ હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી