સુરતમાં 12 કરોડથી વધુની કાપડ ચીટીંગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 12 કરોડથી વધુની કાપડ ચીટીંગ
પાંચ ગુનાઓમાં બે વર્ષથી વોન્ટેડ રીઢા ઠગ
ચિરાગ હિંમત ઢોલાને સાયણ રોડ પરથી ઝડપ્યો

12 કરોડથી વધુની કાપડ ચીટીંગના અલગ અલગ પાંચ ગુનાઓમાં બે વર્ષથી વોન્ટેડ રીઢા ઠગને ક્રાઈમ બ્રાન્ચે સાયણ રોડ પરથી ઝડપી પાડ્યો હતો.

સુરતમાં ટેક્ષ્ટાઈલ અને કાપડ માર્કેટના વેપારીઓ સાથે ઠગાઈના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે ત્યારે કાપડ વેપારીઓ સાથે આચરાયેલી ઠગાઈમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી તે સમયે ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચીંગ સ્કવોડની ટીમે મળેલી બાતમીના આધારે સુરતના ક્રાઈમ બ્રાન્ચ, વરાછા, ખટોદરા અને મુંબઈના બે મળી પાંચ જેટલા ઠગાઈમાં 12 કરોડથી વધુની છેતરપિંડી કરનાર ઠગ એવા ચિરાગ હિંમત ઢોલાને સાયણ રોડ પરથી ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *