સુરેન્દ્રનગર લીંબડી તાલુકા પંચાયત ખાતે નવા ચેરમેન

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગર લીંબડી તાલુકા પંચાયત ખાતે નવા ચેરમેન
ન્યાય સમિતિના ચેરમેનની વરણી થતા નવા ચેરમેન નિર્મલાબેન બન્યા

સુરેન્દ્રનગર લીંબડી તાલુકા પંચાયત ખાતે ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી જેમાં નવા ચેરમેન નિર્મલાબેન બન્યા

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે આજે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વાનુમતે ન્યાય સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. તાલુકા પંચાયતના તમામ સભ્યોની સહમતીથી નિર્મલાબેન દિનેશભાઇને ન્યાય સમિતિના નવા ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે નવનિયુક્ત ચેરમેન નિર્મલાબેનને શુભેચ્છાઓ આપવા માટે લીંબડીના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ જનકસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ હરપાલસિંહ રાણા તેમજ ભારતીય જનતા પાર્ટીના (BJP) વિવિધ ગામોના સરપંચોએ હાજરી આપી નિર્મલાબેનને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા.

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં વરણી કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના વહીવટી સ્ટાફ તરફથી પણ નવા ચેરમેનને આવકારવામાં આવ્યા હતા. જેમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ ઝાલા તેમજ તાલુકા પંચાયતના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમજ ન્યાય સમિતિના ચેરમેન તરીકે વરણી થતાં નિર્મલાબેન દિનેશભાઇના પરિવારજનો અને સમર્થકો મોટી સંખ્યામાં કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને ફૂલહાર કરી આ વરણીને વધાવી લીધી હતી. સર્વાનુમતે થયેલી આ નિમણૂકથી આગામી સમયમાં તાલુકાના ન્યાયિક અને વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *