સુરતથી આંકોલવાડી માટે નવી એ.સી. વોલ્વો બસ સેવા શરૂ
વોલ્વો બસનું પ્રતિ એક વ્યક્તિનું ભાડું 1623 રૂપિયા
સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહેતા હોય જેથી તેઓને વતન જવા માટે સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વોલ્વો બસની સુવિધા શરૂ કરાઈ છે જે આકોલવાડીની વોલ્વો બસને સુરતના સાંસદ મુકેશ દલાલે લીલી ઝંડી આપી હતી.
સુરતને કર્મભુમિ બનાવનાર સૌરાષ્ટ્રીયવન વાસીઓ વાર તહેવારે અને શુભ અશુભ પ્રસંગે પોતાના વતન જતા હોય છે ત્યારે તેઓને વતન જવા માટે કોઈ તકલીફ ન પડે અને તેઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક કાર્યો કરાય છે. ત્યારે સુરતમાં વસવાટ કરતાં સૌરાષ્ટ્રના મુસાફરોને હવે વોલ્વો બસની સુવિધા મળશે. સુરતના સાંસદ મુકેશ દલાલે સુરતના અડાજણ બસ ડેપો ખાતેથી આકોલવાડીની વોલ્વો બસને લીલી જંડી આપી હતી. સુરતથી આકોલવાડી સુધી વોલ્વો બસ શરૂ કરાઈ છે જે બસ અડાજણ થી રોજ સાત વાગે ઉપડશે અને આંકોલવાડીથી સુરતની બસ રોજ પાંચ વાગ્યે ઉપડશે. સુરત થી આંકોલવાડી જતી વોલ્વો બસનું પ્રતિ એક વ્યક્તિનું ભાડું 1623 રૂપિયા છે. જેથી હવે સૌરાષ્ટ્રવાસીઓ પણ એસી બસમાં પોતાના વતન જઈ શકશે આ અંગે સાંસદ મુકેશ દલાલએ વધુ માહિતી આપી હતી.