માંડવી ભાજપ દ્વારા નૂતન વર્ષનો સ્નેહમિલન સમારંભ

Featured Video Play Icon
Spread the love

માંડવી ભાજપ દ્વારા નૂતન વર્ષનો સ્નેહમિલન સમારંભ
પૂર્વ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો સમારંભ

આજરોજ માંડવી ખાતે આયોજિત “નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ” કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં યોજાયો હતો સ્વાગત પ્રવચન માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાઓ અને નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

આજરોજ માંડવી ખાતે આયોજિત “નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ કાર્યક્રમ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “હર ઘર સ્વદેશી, ઘર ઘરસ્વદેશી”ના સંકલ્પ સાથે સૌને દેશની પ્રગતિ અને સ્વાભિમાન માટે સ્વદેશી ઉત્પાદનોના પ્રયોગનો સંદેશ આપ્યો.સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા નગરજનો સાથે સૌહાર્દપૂર્ણ વાતચીત કરી અને નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે વિકાસ અને સેવા યાત્રા આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ ક્રાયક્રમમાં સુરત જિલ્લાના ઉપપ્રમુખ અને માંડવીનગર ભાજપાના પ્રભારી અજીતસિંહ સુરમા, સુરત જિલ્લાના મંત્રી ડો.આશિષ ઉપાધ્યાય, માંડવી નગર ભાજપા પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, માંડવી નગરપાલિકાના પ્રમુખ નિમેષભાઈ શાહ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *