સુરતમાં નીટ પેપર લીક મામલે રાજકીય માહોલ ગરમાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં નીટ પેપર લીક મામલે રાજકીય માહોલ ગરમાયો
એનએસયુઆઈ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરૂદ્ધ ઉગ્ર વિરોધ
વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી

સુરતમાં નીટ પેપર લીક મામલે રાજકીય માહોલ ગરમાયો હોય તેમ એનએસયુઆઈ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરૂદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સુરત કલેકટરને આવેદન પત્ર અપાયુ હતુ તો વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

નીટ પરીક્ષાના પેપર લીક મામલે સુરત એનએસયુઆઈ મેદાને ઉતરી આવ્યું છે. શહેરમાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પ્રતિકાત્મક અર્થિયાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઈ પ્રમુખ માજીદ પટેલે આક્ષેપ કર્યો કે 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો કે છેલ્લા 10 વર્ષમાં અનેક પરીક્ષાઓના પેપર લીક થયા છે અને આ મામલામાં જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. વિરોધ દરમિયાન એનએસયુઆઈ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવાની માંગ સાથે ચીમકી આપવામાં આવી કે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જોકે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *