નવસારીમાં વાડી વિસ્તારમાં લટાર મારતો દીપડો પાંજરે પુરાયો

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં વાડી વિસ્તારમાં લટાર મારતો દીપડો પાંજરે પુરાયો
છોલી અને અંચેલી ગામની વચ્ચે દીપડાના આંટાફેરા
ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો

ગણદેવી તાલુકાના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી લટાર મારતો દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે. કછોલી અને અંચેલી ગામની વચ્ચે આવેલી વાડીઓમાં દીપડો આંટાફેરા મારતો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેના પગલે ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ખેડૂતોએ વન વિભાગને જાણ કરતાં વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વેગામ ગામમાંથી દીપડો પાંજરે પુરાતા સ્થાનિક ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગના અધિકારીઓએ દીપડાનો કબજો લઈ તેની મેડિકલ તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ બાદ દીપડાને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *