દાહોદમાં બસચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા
અકસ્માતમાં બાઇક ચાલકનું કમાટી ભર્યું મોત નીપજ્યું
અકસ્માત સર્જી બસ ચાલક બસ સ્થળ પર મૂકી ફરાર થયો હતો
અકસ્માતોની ઘટના સામે લોકોએ આક્રોશ વ્યકત કર્યો
દાહોદ શહેરમાં પૂર ઝડપે આવતી બસએ મોટર સાઇકલ ચાલકને અડફેટમાં લેતા મોટર સાઇકલ ચાલકનુ ઘટનાજ સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું
ઓ: દાહોદ શહેરના ગલાલિયાવાડ ગારી ફળીયામાં રહેતા 40 વર્ષીય વિજય ભાઈ ગારી જે દૂધ વેચવાનું વેપાર કરે છે.જેઓ દુઘ વહેચી પરત એમના ઘર તરફ દાહોદ શહેરના ગોધરા રોડ મુવાલીયા ક્રોશિંગ કેન્દ્રીય વિદ્યાલય નજીકથી પોતાની મોટર સાઇકલ લઈ આવી રહ્યા હતા.તે દરમિયાન વડોદરા તરફથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે માતેલા સાંડની જેમ પેસેન્જર ભરી દાહોદ તરફ આવતી બસએ દૂધ વેહચી મોટર સાઇકલ લઈ દાહોદ તરફ આવતા વિજય ભાઈ ની મોટર સાઇકલને અડફેટમાં લેતા મોટર સાઇકલ અકસ્માતની ઘટનાથી 25 થી 30 ફૂટ દૂર સુધી ઘસેડી હતી. જેમાં મોટર સાઇકલ ચાલક વિજય ભાઈ ગારીની ઘટના સ્થળેજ઼ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી બસ ચાલક બસ સ્થળ પર મૂકી ફરાર થયો હતો. ઘટનાની જાણ દાહોદ એ ડિવિઝન પોલિસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની જાણ પરિવારજનોને થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતૂ. દાહોદ શહેરમાં માતેલા સાંડની જેમ દોડી આવતી બસોના કારણે 5 થી વધુ અકસ્માતોની ઘટનાઓ સામે લોકોએ આક્રોશ વ્યકત કર્યો હતો. તો ત્યાજ મૃતદેહ ને પોલીસે કબ્જે લઈને પોસ્ટમાર્ડમ માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.