માંડવીમાં 94 મી વાર્ષિક સાધારણ સભા યોજીએ
વાર્ષિક સાધારણ સભામાં ઐતિહાસિક નિર્ણય લેવાયા
બચત, ધિરાણ અન્ય કામો અંગેના ઐતિહાસિક નિર્ણયો લેવાયા
માંડવી તાલુકા શિક્ષણ સંઘ દ્વારા ધી માંડવી ક્રેડિટ સોસાયટી લિમિટેડની 94 મી વાર્ષિક સાધારણ સભા માં ઐતિહાસિક નિર્ણય લેવાયા.
માંડવી ટીચર સોસાયટી ખાતે માંડવી સોસાયટીના પ્રમુખ નટુભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી અરવિંદભાઈ બી ચૌધરી તથા માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ મરૂવ્રત ચૌધરી તથા સોસાયટીમાં 24 વર્ષની સેવા આપનાર પૂર્વ મહામંત્રી અશોક બી ચૌધરી હાજર રહ્યા હતા. મહામંત્રી નવીન કે ચૌધરીએ વર્ષ 2024 25 ના વર્ષનો અહેવાલ રજૂ કર્યો હતો. જેને તમામ સભાસદ મિત્રોએ વધાવી લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ નટુ ચૌધરીના પ્રમુખ સ્થાનેથી બચત, ધિરાણ અન્ય કામો અંગેના ઐતિહાસિક નિર્ણયો લેતા સૌ સભાસદઓએ વધાવિ લીધા હતા. સાધારણ સભાનું સંચાલન નાણામંત્રી અને સહમંત્રી કીર્તિપાલસિંહ બી. ચૌહાણ એ સફળ સંચાલન ર્કર્યું હતું…