ખેડૂતોને સહાય અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીના નિવેદનનો વિરોધ

Featured Video Play Icon
Spread the love

ખેડૂતોને સહાય અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીના નિવેદનનો વિરોધ
7 દિવસમાં સર્વેના આદેશ પર કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની પ્રતિક્રિયા
સરકારના બતાવવાના અને ચાવવાના દાત અલગ.

ગુજરાતના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેસ કોંફરન્સ પર પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા. સરકારના બતાવવાના અને ચાવવાના દાત અલગ કેમ ? સરકારનો મૌખિક આદેશ 7 દિવસનો પરિપત્રમાં 20 દિવસ એવું કેમ ?  સરકારે બે મોઢાની વાતો બંધ કરી દેવી જોઈએ. 20 દિવસે સર્વે કરવા આવે તો ખેતરમાં બગડેલી ખેત પેદાશ હોય ?

રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ખેડૂતોને થયેલા વરસાદી નુકસાન અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ વિપક્ષે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ કેમ ? પાલભાઈ આંબલિયાએ સરકાર પર બેવડાં ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે સરકારે બે મોઢાની વાતો બંધ કરી દેવી જોઈએ. ખેતીના નુકસાનના સર્વેની પદ્ધતિ પર પણ આંબલિયાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યાં 1 ઇંચથી 15 ઇંચ વરસાદ છે ત્યાં સર્વે કરવાની જરૂર જ ક્યાં છે ? વળી, જ્યાં વરસાદ સાર્વત્રિક હોય, એટલે કે દરેક જગ્યાએ પડ્યો હોય, ત્યાં વ્યક્તિગત સર્વે કરવાની જરૂર જ ક્યાં છે? ખેડૂતોને રાહત આપવા માટે સાર્વત્રિક ધોરણે નિર્ણય લેવો જોઈએ તેવો તેમનો મત હતો.

ખેડૂતોના સર્વેની સમયમર્યાદા અંગે બોલતા પાલભાઈ આંબલિયાએ વિસંગતતા દર્શાવી હતી. તેમણે સવાલ કર્યો હતો કે, “સરકારનો મૌખિક આદેશ 7 દિવસનો અને પરિપત્રમાં 20 દિવસ એવું કેમ ? તેમણે તર્ક આપ્યો હતો કે જો સરકાર 20 દિવસે સર્વે કરવા આવે તો ખેતરમાં બગડેલી ખેત પેદાશ હોય ? આટલા સમયમાં પાકનો નાશ થઈ ગયો હોય અને નુકસાન દેખાય નહીં. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, સરકારના ધારાસભ્ય, સાંસદ, મંત્રી રૂબરૂ સર્વે કર્યું એ માન્ય ન રહે ? મગફળીના નુકસાન અંગે બોલતા તેમણે સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવ્યો હતો કે, “સર્વેમાં મગફળીમાં નુક્શાની ન બતાય તેવી મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે?” તેમણે ગ્રામ સેવકોને આપેલા મૌખિક આદેશ પર ધ્યાન દોર્યું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *