કાપોદ્રામાં મોટી ઉંમરના મુસાફરોને ટાર્ગેટ કરતી ચોર ગેંગનો પર્દાફાશ
રીક્ષામાં બેસાડી નજર ચુકવી રોકડ સહિતની મત્તા ચોરાવતી ગેંગ
મુસાફરોના ખિસ્સામાંથી રોકડ અને કિંમતી વસ્તુઓની ચોરી
ક્રાઈમ બ્રાન્ચે ગેંગના એક સાગરીતને ઝડપી પાડ્યો
કાપોદ્રા પોલીસ મથકની હદમાં રીક્ષામાં મોટી ઉંમરના મુસાફરોને બેસાડી તેમની નજર ચુકવી ખિસ્સામાંથી રોકડ સહિતની મત્તા ચોરી કરનાર ગેંગના સાગરીતને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બનતી ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા અને રિક્ષામાં વૃદ્ધોને ટાર્ગેટ કરતી ટોળકીને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ખુન ખુનની કોશિષ તથા ધાડ-લુંટ સ્કોડની ટીમને મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસ મથકની હદમાં ઓટો રિક્ષામાં ઉંમર લાયક વ્યક્તિઓને બેસાડી નજર ચુકવી ખિસ્સામાંથી રોકડ સહિતની ચોરી કરનાર રીઢા ચોર એવા અસ્પાકખાન ઉર્ફે ગુડ્ડુ ને ઝડપી પાડી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
