અરવલ્લીમાં ભારતીય દલિત સાહિત્ય અકાદમીના નામે નકલી નેશનલ કોન્ફરન્સ કાર્યક્રમ યોજાયો

Featured Video Play Icon
Spread the love

અરવલ્લીમાં ભારતીય દલિત સાહિત્ય અકાદમીના નામે નકલી નેશનલ કોન્ફરન્સ કાર્યક્રમ યોજાયો
મોડાસા આંબેડકર હોલ ખાતે ગત 10મેના રોજ યોજાયેલ કાર્યક્રમ ફ્રોડ હોવાનો દાવો
ભારતીય દલિત સાહિત્ય અકાદમીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે પ્રેસ પરિષદ યોજી કર્યો ખુલાસો
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી,ધારાસભ્યો સહિત મહાનુભાવો રહ્યા હતા હાજર

અરવલ્લી જિલ્લામાં ભારતીય દલિત સાહિત્ય અકાદમીના નામે નકલી નેશનલ કોન્ફરન્સ કાર્યક્રમ યોજાયો!!

અરવલ્લી જિલ્લાના મોડાસા આંબેડકર હોલ ખાતે ગત 10મેના રોજ યોજાયેલ કાર્યક્રમ ફ્રોડ હોવાનો દાવો કરવામાં આવી રહો છે. ભારતીય દલિત સાહિત્ય અકાદમીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે પ્રેસ પરિષદ યોજી ખુલાસો કર્યો છે.
પ્રેસ પરિષદમાં ભારતીય દલિત સાહિત્ય અકાદમીના જિલ્લા પ્રમુખ સહિત કારોબારી સભ્ય હાજર રહ્યા હતા. બિનઅધિકૃત રીતે બિનઅધિકૃત કાર્યક્રમ યોજનાર બની બેઠેલાં અધ્યક્ષને પ્રદેશ અધ્યક્ષે લીગલ નોટિસ પાઠવી છે. પ્રદેશ અધ્યક્ષ જયવંતસિહ જાડેજાએ મહેન્દ્રભાઇ પંડ્યાને નોર્થ ગુજરાતના હોદ્દા પરથી દૂર કર્યા. મોડાસા ખાતે બિનઅધિકૃત રીતે પ્રદેશ અધ્યક્ષની સંમતિ વિના નેશનલ કોન્ફન્સ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ પ્રતિભાવોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી,ધારાસભ્યો સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *