માંડવી: ન્યુ લાઇફ ક્લીનિક ચલાવતા ડૉ. અંકિત ચૌધરીની ધરપકડ
અંકિત ચૌધરીએ વિધવા મહિલાને શારીરિક શોષણ કરી તરછોડી દિધી હતી
સુરત જિલ્લા બિરસા સેના દ્વારા ન્યુ લાઇફ ક્લીનિક ચલાવતા ડૉ. અંકિત ચૌધરીની ધરપકડ કરી પીડિતાને ન્યાય મળે માટે માંડવી પ્રાંત અધિકારીને દેવ બિરસા સેના દ્વારા.આવેદનપત્ર અપાયુ.
સુરત જીલ્લાના માંડવી નગર ના બનાવ માં.માંડવી તાલુકાના લાખગામ નો રહેવાસી માંડવી નાના કુંભારવાડ ખાતે ડૉ.અંકિત ચૌધરી જે ન્યુ લાઇફ ક્લિનિક ચલાવતો હતો. તેમણે એક વિધવા મહિલાને લાંબા સમય સુધી શારીરિક શોષણ કરી તરછોડી દિધી હતી અને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આધાત પામેલી પિડિત વિધવા મહિલાએ સમગ્ર ઘટનાની જાણ તેમના સગા સબંધીઓને કરી હતી. ત્યાર બાદ પિડિત મહિલાએ માંડવી પોલીસ મથકમાં ડૉ. અંકિતભાઈ રામજીભાઈ ચૌધરી રહે લાખગામ વિરૂધ્ધ ફરીયાદ આપી હતી. માંડવી પોલીસ મથકમાં તા. ૧૬/૦૫/૨૦૨૫ ના રોજ ભારતીય ન્યાય સહિતાની કલમ ૬૯, ૩૫૧(૩) મુજબ ફરીયાદ નોંધી હતી. આજ સુધીમા ૧૦ થી ૧૫ દિવસ થવા આવ્યા છતાં આજ દિન સુધીમાં આરોપી પોલીસ પકડથી દુર છે. જે બાબતે માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેમાં તેમણે જણાવ્યું છે કે,
૧. આરોપી આજદિન સુધી પોલીસની પકડમાં કેમ આવ્યો નથી ?
૨. માંડવી પોલીસ કોઈના દબાણમાં આવીને કામ કરે છે કે શું ?
૩. પોલીસ આરોપીને કેમ છાવરી રહી છે ?
૪. ગરીબ પિડિત મહિલાને ન્યાય ક્યારે ? જેવા અનેક સવાલો ઊભા થાય છે તો
પિડિત મહિલાને જલદી ન્યાય મળે અને આવું કૃત્ય કરનાર વ્યક્તિ ડૉ અંકિત રામજીભાઈ ચૌધરીને પોલીસ જલદી પકડીને જેલ ભેગો કરે અને સખતમાં સખત સજા થાય એવી દેવ બિરસા સેનાની માંગણી અને લાગણી છે .