સુરતની અઠવાલાઈન્સ પોલીસે વાહન ચોરીના ભેદ ઉકેલ્યા
ચોરીના 3 ગુનાઓના ભેદ ઉકેલી કાઢી રીઢા ચોરને ઝડપી પાડ્યા
ચાર ચોરીના વાહનો કબ્જે કર્યા
સુતની અઠવાલાઈન્સ પોલીસે વાહન ચોરીના 3 ગુનાઓના ભેદ ઉકેલી કાઢી રીઢા ચોરને ઝડપી પાડી ચાર ચોરીના વાહનો કબ્જે કર્યા હતાં.
સુરતની અઠવાલાઈન્સ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અઠવા પોલીસે અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા સાહીલ મોહમ્મદ ઈલીયાસ શાહને આંતર્યો હતો અને તેની પાસેની મોપેડ અંગે પુછપરછ કરતા તેણે મોપેડ ચોરીની હોવાની કબુલાત કરી હતી તો રીઢાની વધુ પુછપરછ કરતા અઠવા પોલીસ મથકની હદમાંથી જ તેણી વાહનો ચોર્યા હોવાની અને અઠવા પોલીસ મથકમાં તેની વરૂદ્ધ ત્રણ વાહન ચોરીની ફરિયાદ નોંધાઈ હોવાની કબુલાત કરી હતી. હાલ તો અઠવા પોલીસે રીઢા પાસેથી ચોરાયેલા ચાર વાહનો કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
