માતા-પિતા કોઈક ને કોઈક કારણોસર પોતાના નવજાત શિશુને તરછોડી દેતા હોવાની ઘટના સામે આવતી રહે છે ત્યારે દીકરાને હૃદયમાં કાણુ હોવાથી જનેતાએ તેને 2 વર્ષ પહેલા તેને તરછોડી દીધો હોવાનો કિસ્સો કચ્છ ભુજમાં બનવા પામ્યો હતો જે તરછોડાયેલા શિશુ માટે લોકોએ પોલીસનો સંપર્ક કરી પોલીસને સોંપ્યા બાદ પોલીસ આ શિશુના માતા-પિતાને શોધવાનની કાર્યવાહી હાથ ધરે છે, જ્યાં સુધી આ શિશુના માતા પિતા ન મળે ત્યા સુધી આ શિશુને બાળ ઉછેર કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. ત્યારે આ બાળકને મુળ ભારતીય પરંતુ હાલ અમેરિકાના એક દંપતિએ દત્તક લીધો છે. જનેતાએ તરછોડી દીધેલા આ બાળકની કિસ્મત ચમકી છે. કચ્છના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે અમેરિકાના દંપતિને બાળક દત્તક આપવા માટેનો એડોપ્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમાં કચ્છના કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અમેરિકાની દંપતિએ જે બાળકને દત્તક લીધો છે તે બાળકનું નામ પ્રેરક છે જેને જન્મતાની સાથે હૃદયમાં કાણુ અને હર્નિયાની બિમારી હોવાથી તેના માતા પિતાએ તેને 2 વર્ષ પહેલા તરછોડી દીધો હતો. ત્યારબાદ આ બાળકને ભુજ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સોંપવામાં આવ્યુ હતુ. બાળકને હૃદયમાં કાણુ હોવાથી ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ હૃદયની સારવાર માટે કરમસદ ખાતેની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હૃદયમાં કાણુ હોવાથી જનેતાએ બાળક તરછોડ્યુ – નાસાના એન્જિયરે દત્તક લીધું
